અંકલેશ્વર : દત્ત આશ્રમ ઉછાલીના સંત નર્મદાનંદજી મહારાજનો 99 મો જન્મદિનની ગઈકાલે તા.24 નારોજ ભવ્ય ઉજવણી કરાઈ હતી. દત્ત આશ્રમ ઉછાલીમાં નર્મદાનંદજી મહારાજનો જન્મદિવસ અનોખા અભિગમથી ઉજવાયો હતો. આગલા દિવસે અભિષેકાત્મક લઘુરુદ્ર યોજાયો હતો. સવારે પાદુકા પાલખીમાં શોભાયાત્રા મંદિર પરિસરમાં તેમજ ગામમાં કાઢવામાં આવી હતી. જેમાં ભાવિક ભક્તોએ સ્વયંભૂ જોડાયા હતાં. આશ્રમ પરિસર લાઈટીંગ અને રંગોળી કરીને શણગારાયું હતું. આ પ્રસંગે રંગ પરિવારના કથાકાર સંજયભાઈ (પોર) પણ ઉપસ્થિત રહીને તેમની વાણીનો લાભ ભક્તજનોએ લીધો હતો. તેમજ નર્મદાનંદજીના આશીર્વચનની કેસેટ પણ સાંભળીને જૂના સંસ્મરણો તાજા કર્યા હતા. આ ઉજવણીમાં 990 ફૂટની ફ્ટાકડાની લૂમ ફોડવામાં આવી હતી. હજારો દત્તભક્તોએ પ્રસાદ આરોગ્ય હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો