ભરૂચ જિલ્લાના હાંસોટના વમલેશ્વરથી લખીગામ હોડી ઘાટ એટલે કે ફેરી સર્વિસના સંચાલન માટે બહાર પાડવામાં આવેલા ટેન્ડરને લઈને વિવાદ ઊભો થયો છે.તેથી સ્થાનિક હોડી સંચાલકો અને ઈજારદારો દ્વારા જિલ્લા કલેક્ટર તેમજ જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ લેખિત રજૂઆત કરવામાં આવી છે.

ભરૂચ જિલ્લાના હાંસોટના વમલેશ્વરથી લખીગામ હોડી ઘાટ એટલે કે ફેરી સર્વિસના સંચાલન માટે બહાર પાડવામાં આવેલા ટેન્ડરને લઈને વિવાદ ઊભો થયો છે. ભરૂચ જિલ્લા પંચાયત દ્વારા જાહેર કરાયેલી ટેન્ડર પ્રક્રિયામાં ભેદભાવપૂર્ણ શરતો, અગાઉના ઈજારાની વસૂલાતમાં ગેરરીતિ અને ઓનલાઈન બિડિંગ દરમિયાન સર્જાયેલી ટેકનિકલ ખામીઓના આક્ષેપો સાથે સ્થાનિક હોડી સંચાલકો અને ઈજારદારો દ્વારા જિલ્લા કલેક્ટર તેમજ જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ લેખિત રજૂઆત કરવામાં આવી છે. સમગ્ર મામલે તટસ્થ તપાસ કરી ન્યાય આપવાની માંગ ઉઠી છે.

રજૂઆતમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે ટેન્ડરની કેટલીક શરતો એવી રાખવામાં આવી છે કે જેનાથી ચોક્કસ એજન્સીઓને ફાયદો થાય અને વર્ષોથી હોડી સંચાલન કરતા સ્થાનિક નાના ઈજારદારો ટેન્ડરની સ્પર્ધામાંથી બહાર રહી જાય છે. ખાસ કરીને ત્રણ વર્ષના અનુભવનું નિર્ધારિત ફોર્મેટમાં પ્રમાણપત્ર અને એક જ સ્થળના સંચાલન માટે વાર્ષિક 20થી 25 લાખ રૂપિયાના ટર્નઓવરની શરતને લઈને સવાલો ઉભા કરવામાં આવ્યા છે. સ્થાનિક સંચાલકોનું કહેવું છે કે આવી શરતો નાના કોન્ટ્રાક્ટરો માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. વમલેશ્વરના સ્થાનિક સંચાલકો ખુશાલ પટેલ અને ઠાકોર આહીરે જણાવ્યું હતું કે ઓનલાઈન ટેન્ડર પ્રક્રિયા તાત્કાલિક મોકૂફ્ રાખી સીલબંધ કવર દ્વારા ઓફ્લાઈન એટલે કે મેન્યુઅલ પદ્ધતિથી નવેસરથી ટેન્ડર બહાર પાડવામાં આવે તેવી માંગ તેઓએ કરી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો