અંકલેશ્વર નગરપાલિકાએ શહેરમાં જાહેર સુરક્ષાને ધ્યાનમાં રાખીને મોટી કાર્યવાહી હાથ ધરી છે. ચોમાસા પહેલાં ત્રણ અતિ જર્જરિત ઇમારતોને જમીનદોસ્ત કરવામાં આવી છે, જ્યારે 20 જેટલા જર્જરિત મકાનોના માલિકોને નોટિસ પાઠવવામાં આવી છે.
અંકલેશ્વરમાં આવેલી જર્જરિત ઇમારતો ચોમાસામાં તુટી પડે અને જોખમ ઉભુ કરે તે પહેલા પાલિકાએ કાર્યવાહી શરૂ કરી છે જેના પ્રથમ તબક્કામાં 3 જર્જરિત ઇમારત જમીનદોસ્ત કરી દેવામાં આવી છે. આ ઉપરાંત, શહેરમાં આવેલા અન્ય 20 અતિ જર્જરિત મકાનોના માલિકોને પણ નોટિસ પાઠવવામાં આવી છે. નગરપાલિકાના ચીફ્ ઓફ્સિર કેશવલાલ કોલડીયાએ નોટિસ પ્રાપ્ત કરનાર મકાન માલિકોને વહેલી તકે તેમના જર્જરિત મકાનો ઉતારી લેવા સૂચના આપી છે.










