અંકલેશ્વર જીઆઇડીસી સ્થિત નેશનલ હાઈસ્કૂલના ટ્રસ્ટી અને બિઝનેસ ક્ષેત્રે અગ્રણી ઓળખ ધરાવતા યુવા ઉદ્યોગપતિ અનુરાગ પાંડેએ રાજકીય ક્ષેત્રે વધુ એક મોટી સિદ્ધિ હાંસિલ કરી છે. ભારતીય જનતા પાર્ટી, ઉત્તર પ્રદેશ દ્વારા જાહેર કરવામાં આવેલી પ્રદેશ કાર્યસમિતિના સદસ્યોની યાદીમાં અનુરાગ પાંડેનું નામ ઉત્તર પ્રદેશના પ્રતાપગઢમાંથી સામેલ કરવામાં આવ્યું છે.
ઉત્તર પ્રદેશના રાજકારણમાં મોટા-મોટા દિગ્ગજો અને અનુભવી નેતાઓ વચ્ચે અનુરાગ પાંડેએ સૌથી નાની ઉંમરે ભાજપ પ્રદેશ કાર્યસમિતિના સદસ્ય બનીને એક નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. તેમની આ નિમણૂકથી અંકલેશ્વરના સામાજિક, શૈક્ષણિક અને રાજકીય વર્તુળોમાં ભારે આનંદની લહેર ફરી વળી છે.ઉલ્લેખનીય છે કે, અનુરાગ પાંડે અગાઉ દિલ્હી ભાજપમાં વિશેષ આમંત્રિત પ્રદેશ કાર્યસમિતિ સદસ્ય તરીકે પણ પોતાની સેવાઓ આપી ચૂક્યા છે. શિક્ષણ ક્ષેત્રે નેશનલ હાઈસ્કૂલના ટ્રસ્ટી તરીકે યુવાનોના માર્ગદર્શક બનવાની સાથે તેમણે બિઝનેસ ક્ષેત્રે પણ પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. તેમના સક્રિય સામાજિક કાર્ય અને સંગઠન પ્રત્યેનીનિષ્ઠાને ધ્યાને રાખીને પક્ષ દ્વારા તેમને ઉત્તર પ્રદેશ ભાજપ પ્રદેશ કાર્યસમિતિમાં આ મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે.
