અંકલેશ્વર નગરપાલિકા દ્વારા લાખો રૂપિયા ખર્ચીને બનાવવામાં આવેલાGVPપ્લાનની હાલત આ ફોટામાં જોઈ શકાય છે. જે જગ્યાએ કચરો ન નાખવા માટે સુંદર દીવાલ ચિત્રો બનાવ્યા છે, જ્યાં બેસવા માટે બાંકડો મૂક્યો છે, એ જ જગ્યા આજે કચરાના ડેપો જેવી બની ગઈ છે.સ્થાનિકોનું કહેવું છે કે, અહીં કચરો નાખનારને પકડવા માટે કેમેરા લગાવ્યા હોવાની વાતો તો થાય છે, પણ એ કેમેરા ફ્ક્ત શોભાના ગાંઠિયા સમાન છે. ન તો કોઈને દંડ થાય છે, ન તો કોઈ કાર્યવાહી થાય છે.GVPપ્લાનનો મતલબ હતો કે આ જગ્યા હંમેશા સાફ્ રહે, પણ નગરપાલિકા દ્વારા કોઈ જ દેખરેખ રાખવામાં આવતી નથી. સફાઈ થાય છે ત્યારે ફોટા પડાવી લેવાય છે, બાકીના દિવસે હાલત આવી જ હોય છે. સ્વચ્છ સર્વેક્ષણમાં નંબર લાવવા માટે ફ્ક્ત દીવાલો રંગવાથી શહેર સ્વચ્છ થઈ જશેકે પછી ખરેખર કામ કરવું પડશે? નગરપાલિકાએ આ જગ્યા પર તાત્કાલિક સફાઈ કરાવી, કચરો નાખનાર સામે કેમેરાના ફૂટેજના આધારે દંડનાત્મક કાર્યવાહી કરવી જોઈએ.
