અંકલેશ્વર : અંકલેશ્વરના ગડખોલમાં રહેતા અને કડિયા કામ કરતા પિતાની દીકરીએ માસ્ટર ઓફ્ સાયન્સમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં 4 ગોલ્ડ મેડલ હાંસલ કરી પરિવાર તેમજ અંકલેશ્વરનું નામ રોશન કર્યું છે.વિદ્યાર્થીનીનું રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે બહુમાન કરવામાં આવ્યું હતું
ભરૂચની નર્મદા કોલેજ ઓફ્ સાયન્સમાં અભ્યાસ કરતી અને અંકલેશ્વરના ગડખોલમાં રહેતા નિમેષ મિસ્ત્ર્રીની પુત્રી નેહલ મિસ્ત્ર્રીએ માસ્ટર ઓફ્ સાયન્સમાં ઓર્ગેનિક કેમેસ્ટ્રી વિષયમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં 4 ગોલ્ડ મેડલ હાંસલ કર્યા છે.નેહલ મિસ્ત્ર્રીના પિતા મિનેશ મિસ્ત્ર્રી કડિયા કામ કરે છે જ્યારે તેની માતા અને દાદી પણ શ્રમયોગી છે. અત્યંત સામાન્ય પરિવારની દીકરીએ સમગ્ર યુનિવર્સિટીમાં ગોલ્ડ મેડલ હાંસલ કરી પરિવાર સહિત અંકલેશ્વરનું નામ પણ રોશન કર્યું છે. તારીખ 24 ઓગસ્ટ 2026ના રોજ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં મીનલ મિસ્ત્ર્રીને 4 ગોલ્ડ મેડલ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવી હતી.
