અંકલેશ્વર : તારીખ-8/ 6/ 2026 ને સોમવારના રોજ નવા શૈક્ષણિક વર્ષ 2026- 27 ના પ્રારંભે ગુજરાત સરકારના પ્રેરણાદાયી અભિયાનને વેગ આપવા માટે પી.પી. સવાણી સ્કુલ, ગુજરાતી માધ્યમ ખાતે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત બાળકોનું કુમકુમ તિલક લગાવી અને મો મીઠું કરીને સ્વાગત કરીને કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને શાળાનો પ્રથમ દિવસ કાયમી રીતે યાદ રહે તે માટે હાથ રૂમાલ પર તેમના હાથની છાપ સ્મૃતિ ચિન્હ તરીકે લઇને તેમને ભેટ તરીકે આપવામાં આવી હતી.

Vadodara: દામાપુરા ખાતે સીએસઆર અંતર્ગત ફાર્મસન કૉમ્યુનિટી હોલનું લોકાર્પણ









