અંકલેશ્વર GIDC વિસ્તારમાં આવેલી સર્વાઇવલ ટેકનોલોજી કંપનીમાં આગ લાગી હતી. ફાયર વિભાગે તાત્કાલિક પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો.


આગ લાગતા કંપનીના પરિસરમાંથી ધુમાડાના ગોટેગોટા આકાશમાં ઉડતા જોવા મળ્યા હતા. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની બે ફાયર ટેન્ડરો તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ ભારે જહેમત બાદ આગને વધુ ફેલાતી અટકાવી તેના પર કાબૂ મેળવ્યો હતો.

સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઇજાના અહેવાલ નથી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ફાયર વિભાગ અને સંબંધિત તંત્ર દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. GIDC વિસ્તારમાં ઔદ્યોગિક દુર્ઘટનાના બનાવો વધતા આ મામલે કડક પગલા લેવા લોકોની માગ છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: