પવિત્ર શ્રાવણ માસમાં તહેવારોની હારમાળા સર્જાય છે. ભાવિ ભક્તો આ પવિત્ર શ્રાવણ મહિનામાં વિવિધ ધાર્મિક તહેવારો ઉજવીને ધન્યતા અનુભવે છે. શીતળા સાતમનો તહેવાર ગુજરાતમાં અત્યંત ભાવથી મનાવવામાં આવે છે.લોકમાન્યતાઓ પ્રમાણે આ તહેવારનું મહત્વ પણ અનેરું છે.જેમાં સૌભાગ્યવતિ સ્ત્ર્રી શીતળા માતાનું વ્રત રાખીને ખાસ પૂજા-અર્ચના કરે છે.આ દિવસે વ્રત કરનાર સવારે વહેલા ઉઠી અને ઠંડા પાણીથી સ્નાન કરીને સ્વચ્છ કપડાં પહેરી ઘીનો દીવો કરી માતા શીતળાની પૂરા ભાવથી પૂજા અર્ચના કરે છે. સાથે જ ઠંડુ ભોજન આરોગી સમગ્ર વર્ષ દરમ્યાન પરિવારને સ્વસ્થ રાખવાની કામના કરે છે.
અંકલેશ્વરના ભડકોદ્રા ખાતે આવેલ રામજી મંદિર અને મહાદેવ મંદિરે મહિલાઓએ શીતળા માતાનું પૂજન અર્ચન કર્યું હતું. ભરૂચીનાકા પાસે આવેલા જલારામ મંદિર પરીસળમા આવેલા શીતળા માતાજીના મંદિર તથા રામકુંડ પરીસળ મા બ્રાહ્મણ દ્વારા માટીની મુર્તિ સ્થાપન કરી શાસ્ત્ર્રોક્ત વિધિ અનુસાર શીતળા માતાનું પૂજન અર્ચન કરાવી મહિલાઓએ ધન્યતા અનુભવી હતી.અંકલેશ્વર શહેરમાં આવેલ વિવિધ મંદિરોમાં પણ શીતળા સાતમના પર્વની ઉજવણી કરવામાં આવી હતી.
