અંકલેશ્વર : અંકલેશ્વરના ગડખોલ ગામના સિદ્ધેશ્વરી યુવક મંડળ દ્વારા આયોજિત ગણેશ મહોત્સવ અંતર્ગત બાપ્પાની પ્રતિમાની ભવ્ય આગમન યાત્રામાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા.
અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામમાં સિદ્ધેશ્વરી યુવક મંડળ દ્વારા ગણપતિ બાપ્પાનું ભવ્ય આગમન કરાયું હતું. નર્મદા હોસ્પિટલથી ગડખોલ ગામ સુધી ગણપતિ બાપ્પાની ભવ્ય આગમન યાત્રા યોજાઈ હતી. જેમાં ડી.જે.ના તાલે યુવાઓ સહિત ભાવિક ભક્તોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આતશબાજી કરાતા, સમગ્ર માહોલ ગણેશમય બન્યો હતો.
