અંકલેશ્વર ખાતે તારીખ 1 લી ઓગસ્ટે માનવમંદિરની સામેની ગલીમાંથી એસ્ટેટમાં જવાના રસ્તા પાસે ડી.એ . આનંદપુરા બર્ડ પાર્કનો પ્રારંભ કરાયો હતો જેમાં મોટી સંખ્યામાં AEPS, AIA અને નોટિફઈડના પદાધિકારીઓ અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

આ બર્ડ પાર્કનો ઉદ્દેશ અહીં ઉછેરેલા છોડ મોટા થઈને વૃક્ષ બને અને તેના ફ્ળો પક્ષીઓ આરોગે અને આનંદથી અહીં રહે. એટલેકે વૃક્ષો મોટા થશે ત્યારે સ્થાનિક પક્ષીઓ તેમજ સ્થળાંતરિત પક્ષીઓ આપમેળે આવશે તેવી આશા રખાઈ રહી છે. આશરે 5000 ચોરસ મીટર વિસ્તારમાં આ બાર્ડ પાર્ક વિસ્તરેલ છે. જેમાં 20 પ્રકારના વૃક્ષો ઉગાડવામાં આવ્યા છે.જેમાં 1000 જેટલા વૃક્ષોના છોડ રોપવામાં આવ્યા છે.

અંકલેશ્વરની કોહીઝોન કંપની દ્વારા તેને તૈયાર કરવામાં તેમજ તેના રખરખાવ માટે આર્થિક સહયોગ આપેલ છે. જીઆઇડીસી દ્વારા ટોકન ભાવે જમીન આપવામાં આવેલ છે. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન તેમજ નોટીફઈડ દ્વારા સહયોગ પ્રાપ્ત થયેલ છે.

બર્ડ પાર્કનું ઉઘ્દાટન કોહીઝોનના વાઇસ પ્રેસિડેન્ટ (હ્યુમન કેપીટલ) પ્રવીણ જોશીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે AEPSના ચેરમેન અતુલ બુચનું સન્માન કરવામાં આવ્યું હતું. AEPSના સ્થાપક ડી.એ. આનંદપુરાને ખાસ યાદ કરવામાં આવ્યા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો