અંકલેશ્વરમાં રાજકીય સામાજિ4અગ્રણીના પુત્રના જન્મદિવસે સ્નેહ અને સિતારાઓનો સંગમ જોવા મળ્યો હતો.ભોજપુરી સુપરસ્ટાર મનોજ તિવારી અને હાસ્ય કલાકાર સુનિલ પાલ સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

મૂળ ઉત્તર પ્રદેશથી આવીને અંકલેશ્વરની પવિત્ર ભૂમિને પોતાની કર્મભૂમિ બનાવનાર અને રાજકીય, સામાજિક, શૈક્ષણિ4તથા વેપાર ક્ષેત્રે આગવી પ્રતિષ્ઠા ધરાવતા પાંડે પરિવારના આંગણે ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો. અનુરાગ પાંડેના સુપુત્ર સેવાંગના પ્રથમ જન્મદિવસની અત્યંત ભવ્ય અને ગરિમાપૂર્ણ શૈલીમાં ઉજવણી કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહેલા ભારતીય જનતા પાર્ટીના સાંસદ અને ભોજપુરી ફ્લ્મિોના સુપરસ્ટાર મનોજ તિવારી તથા જાણીતા હાસ્ય કલાકાર સુનિલ પાલે પોતાની ખાસ શૈલીમાં પાંડે પરિવારને શુભકામનાઓ આપી હતી. આ પ્રસંગે મનોજ તિવારીએ ગુજરાતની ભૂમિના વખાણ કરતા જણાવ્યું હતું કે,ગુજરાત એ મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેવા મહાન વિભૂતિઓની પવિત્ર ભૂમિ છે. અહીંના લોકોનો પ્રેમ અને સહકાર અભ્દુત છે, જેના કારણે આજે સમગ્ર દેશ માટે ગુજરાત વિકાસનું રોલ મોડલ બન્યું છે. આ પ્રસંગે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો