શિયાળામાં આરોગ્ય માટે ઉત્તમ પોંક અને ઉબાળીયાની જુના નેશનલ હાઇવે પર અંકલેશ્વરના છાપરા પાટિયાથી લઈ ગડખોલ પાટિયાથી સુધી હાટડી જોવા મળી રહી છે જો કે આ વર્ષે પોંકના ભાવમાં ઘટાડો થયો છે
અંકલેશ્વર તાલુકાના જુના કાસિયા સહિતના ગામોમાં પોંક માટે વાનીની ખેતી કરવામાં આવે છે. પાંચ મહિના સુધી પોંકનું વેચાણ કરાય છે. પોંકની વાત કરવામાં આવે તો ચોમાસાના મધ્ય ભાગમાં એટલે કે ઓગસ્ટ મહિનાની આસપાસ પોંક માટેની જુવારનું વાવેતર કરાય છે. જે લગભગ દિવાળી પછી એટલે કે નવેમ્બર માસમાં પાક તૈયાર થઈ જતો હોય છે. કુમળા જુવારના ડુંડા તૈયાર થતા જ ખેડૂતો તેને તોડી તેમાંથી પોંક પાડવામાં આવે છે. જૂના નેશનલ હાઇવે પર ગોલ્ડન બ્રિજ પોલીસ ચોકીથી થોડે દૂરથી ગડખોલ પાટિયા સુધીમાં પોંક વેચાણની હાટડી ધમધમતી થઈ છે. સ્વાસ્થય પ્રેમીઓ પણ હોસે હોસે પોતાના સ્વાસ્થય માટે ઉત્તમ માનવમાં આવતા પોંકની ખરીદી કરી ચટપટી સેવ સાથે પોંકની લિજ્જત માણી રહ્યા છે.
