અંકલેશ્વર : શાન્તનું વિદ્યાલય (અંગ્રેજી માધ્યમ-ગુજરાતી માધ્યમ), અંદાડા ખાતે 80 માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી. શાળા દ્વારા તિરંગા યાત્રાની રેલી કાઢી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. શાળાના આચાર્યા શેહનાઝ કે. શેખના હસ્તે ઝંડો ફ્રકાવવામાં આવ્યો NCCના કેડેડ દ્વારા પરેડ કરી ધ્વજને સલામી આપવામાં આવી. વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ દેશભક્તિ ગીતોની રજૂઆત કરવામાં આવી હતી.
