અંકલેશ્વર : રંગ ઇન્ટરનેશનલ સ્કૂલ, અંકલેશ્વર ખાતે દેશના આઝાદી પર્વ (15 ઓગસ્ટ) ની ઉજવણી કરવામાં આવી હતી. અતિથિઓના હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું અને ઉપસ્થિત સૌએ તિરંગાને સલામી આપી હતી. ધ્વજારોહણ બાદ સમગ્ર શાળા પરિસરે એકસૂરે રાષ્ટ્રગાન ગાઈને વાતાવરણને દેશભક્તિના રંગે રંગી દીધું હતું. વિદ્યાર્થીઓએ વર્ષ 2047 માં સમૃદ્ધ અને શક્તિશાળી ભારતના સ્વપ્નને સાકાર કરતી પ્રેરણાદાયી નાટિકાઓ, સ્પીચ, ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતા નૃત્યો, સ્કેટિંગ પર્ફોમન્સ તેમજ કરાટે પર્ફોમન્સની રજૂઆત કરી સૌને રોમાંચિત કરી દીધા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો