અંકલેશ્વરઃ અંકલેશ્વરની શ્રી ગટ્ટુ વિદ્યાલય –CBSE ડિવિઝન દ્વારા વિદ્યાર્થીઓમાં નેતૃત્વ, જવાબદારી, શિસ્ત, આત્મવિશ્વાસ અને ટીમવર્કના ગુણો વિકસે તે હેતુથી ઇન્વેસ્ટિચર સેરેમની કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મુખ્ય અતિથિ તરીકે કો-કન્વીનર સુભાષભાઈ પટેલ તથા શોભાબેન પટેલ, તથા માજી સૈનિક અને એનસીસી અધિકારી સંગ્રામ સિંહ ઉપસ્થિત રહ્યા હતા.નવનિયુક્ત વિદ્યાર્થી નેતાઓને મુખ્ય અતિથિઓ તથા અને શાળાના કેમ્પસ ડિરેક્ટર, આચાર્ય મિશેલ ગણેશાણી, ઉપાચાર્ય સુચિતા રોય, અંગ્રેજી માધ્યમના આચાર્ય સુષ્મા ચૌધરી, ઉપાચાર્ય અંજલિ પટેલ, કોર્ડિનેટર જાનવી પટેલ અને શાલુ પારીકે સેશે અને બેજ પહેરાવી જવાબદારીઓ સોંપી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો