અંકલેશ્વર : જીઆઈડીસીમાં કાર્યરત ડી. એ. આનંદપુરા વિચાર મંચ દ્વારા સંસ્કારદીપ સ્કૂલ, ખાતે ઔદ્યોગિક વિકાસ અને સામાજિક જવાબદારીક્ર વિષય પર વિશેષ વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદના પૂર્વ કુલપતિ ડૉ. સુદર્શન ઐયંગરે ઉપસ્થિત રહી પ્રેરક વક્તવ્ય આપ્યું હતું.કાર્યક્રમ દરમિયાન ડૉ. સુદર્શન ઐયંગરે ઔદ્યોગિક વિકાસની સાથે સામાજિક જવાબદારી, માનવીય મૂલ્યો અને સમાજ પ્રત્યેની ફરજો અંગે વિસ્તૃત વિચારો રજૂ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે વિકાસનો સાચો અર્થ માત્ર આર્થિક પ્રગતિ કે ઔદ્યોગિક વિસ્તરણ પૂરતો મર્યાદિત નથી, પરંતુ તેની સાથે સમાજના દરેક વર્ગના કલ્યાણ અને પર્યાવરણ પ્રત્યેની જવાબદારી પણ એટલી જ મહત્ત્વપૂર્ણ છે.તેમણે સારા વિચારો, સદભાવના અને સામાજિક સહયોગને જીવનમાં અપનાવવા પર ભાર મૂક્યો હતો.
