ભરૂચના અંકલેશ્વરમાં રખડતા ઢોરનો આતંક સામે આવ્યો છે, ગડખોલના ઐયપ્પા મંદિર નજીક ઢોરનો આતંક સામે આવ્યો છે, મંદિરે આવેલા દંપતીને રખડતા ઢોરે બાનમાં લીધું અને રખડતા ઢોરે મહિલા પર કર્યો અચાનક હુમલો બીજી તરફ પતિ બચાવવા જતા તેમના પર પણ હુમલો કર્યો હોવાની વાત સામે આવી છે.

સ્થાનિકો અને બાઈકચાલકો પાછળ પણ દોડ મૂકી

રખડતા ઢોરના કારણે 5 લોકોને ઈજા પહોંચી છે અને ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે, સતત 15 મિનિટ સુધી ઢોર દંપતીને બાનમાં લેતો રહ્યું અને લોકો બચાવવા માટે પણ પહોંચે છે પણ ઢોર જગ્યાએથી હઠતું નથી, ત્યારે આ ઘટના બનતા સ્થાનિકોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો છે અને સ્થાનિકોનો આક્ષેપ છે કે, રખડતા ઢોરને નગરપાલિકા સમય પ્રમાણે ઢોર ડબ્બામાં પૂરતા નથી તેના કારણે ઢોર હુમલા કરતા હોય છે.

ઔદ્યોગિક વસાહતના રહેણાંક વિસ્તારોમાં રખડતા પશુઓનો ત્રાસ વ્યાપક બન્યો

અંકલેશ્વરમાં વધારે ઉધોગો આવેલા છે અને સ્થાનિકોનું કહેવું છે કે, રખડતા ઢોરના કારણે ખૂબ તકલીફ પડી રહી છે, કયારેક ઢોર પાછળથી પણ હુમલો કરે છે, અત્યાર સુધી અવાર-નવાર અનેક કિસ્સા સામે આવ્યા છે જેમાં રખડતા ઢોરે હુમલો કર્યો છે અને લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. બીજી તરફ ખેડબ્રહ્મા શહેરમાં નગરપાલિકા દ્વારા રખડતા ઢોર પકડવાની કામગીરી ચાલી રહી હતી, તે દરમિયાન એક દુર્ઘટના સર્જાઈ હતી. ઢોર પકડવાની પ્રક્રિયા દરમિયાન પશુઓ ભડકીને દોડવા લાગતા રસ્તે ચાલતા એક મહિલા તેની હડફેટે આવી ગયા હતા.


આ પણ વાંચો : Gir Somnath News : સ્વાભિમાન પર્વમાં શિવ ભક્તોને આવકારવા સોમનાથ સજજ, જય સોમનાથના નાદ સાથે તૈયારીઓ પૂર્ણ