અંકલેશ્વર : અંકલેશ્વરના રામકુંડ ખાતે આયોજિત શિવ મહાપુરણ કથા અંતર્ગત ગુરૂવારે પોથીયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.અંકલેશ્વર હાંસોટ રોડ પર આવેલ તીર્થક્ષેત્ર રામકુંડ ખાતે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે આયોજિત શ્રી શિવમહાપુરાણ જ્ઞાનયજ્ઞ અંતર્ગત ભવ્ય પોથીયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં શ્રાદ્ધાળુઓ અને શિવભક્તોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.યાત્રા દરમિયાન ભક્તિમય વાતાવરણ વચ્ચે હર હર મહાદેવના જયઘોષ સાથે શિવ મહાપુરાણની પોથીને શોભાયાત્રા સ્વરૂપે લઈ જવામાં આવી હતી. ફૂલોથી સુશોભિત પોથી, ભગવાન શિવની સુંદર પ્રતિમા તથા ધાર્મિક શણગારથી સમગ્ર વાતાવરણ શિવમય બની ગયું હતું. યાત્રામાં ભક્તો દ્વારા ભજન-કીર્તન અને ધાર્મિક જયઘોષ કરવામાં આવ્યા હતા.પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે રામકુંડ ખાતે તારીખ 13 થી 21 ઓગસ્ટ સુધી રોજ બપોરે 2 થી સાંજે 6 વાગ્યા સુધી શિવમહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કથાકાર પ્રીયાંશુ મહારાજ અમૃતમય વાણીમાં કથાનું રસપાન કરાવી રહ્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો