ભરૂચ અંકલેશ્વર વચ્ચે બોરભાઠા બેટ પાસે નદી કિનારે ભરૂચ સિટીઝન કાઉન્સિલ દ્વારા વર્ષ 2019-20 થી શરૂ કરાયેલ રેવા અરણ્ય પ્રોજેક્ટ હવે જૈવિક વિવધતા ધરાવતો એક નમુનેદાર અને પરિપક્વ પ્રોજેક્ટ બન્યો છે . રવિવારે સવારે 6.30 વાગ્યા થી ટ્રેકિંગ અને વૃક્ષારોપણના કાર્યક્રમમાં ઉત્સાહભેર મોટી સંખ્યામાં નાગરિકો એ ભાગ લીધો હતો એમ કાઉન્સિલના સેક્રેટરી અને સામાજિક અગ્રણી હરીશ જોષીએ જણાવ્યું. મિયાવાંકી પદ્ધતિથી ઉછેર કરવામાં આવેલા 25 હજાર કરતા વધુ વૃક્ષોએ આખાયે વિસ્તારને એક સુંદર જંગલ જેવું સ્વરૂપ આપ્યું છે.


સ્થાનિક બર્ડ લવર્સ ગ્રુપ દ્વારા પક્ષીઓ ના અવાજ ને રેકર્ડ કર્યા અને નેચર લવર્સ ફેટોગ્રાફ્ફ્રો એ આવા કેટલાક પક્ષીઓ ને તસવીર માં કેદ કર્યા છે. અહીં આવી 75 જેવી પક્ષીઓ અને પ્રાણીઓની વિવિધ પ્રજાતિઓ નું રેવા અરણ્ય આશ્રાય સ્થાન બન્યું છે. જેની વિગતોQRકોડ સાથે ના પોસ્ટરો નું અનાવરણ શુભશ્રી પીગમેન્ટના સહયોગ થી કરાયું હતું. આ આખાયે પ્રોજેક્ટમાં ક્યાંય જંતુનાશક દવાઓ નો ઉપયોગ કરાયો નથી એવી વિસ્તૃત માહિતી પર્યાવરણ પ્રેમી પ્રોજેક્ટ કો ઓર્ડીનેટર્સ નીતિનભાઇ ભટ્ટ અને મહંમદભાઇ જડલીવાલાએ આપી હતી.

કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી અંતર્ગત ગ્રાસિમ ફાયબર, ડેક્કન ફઇન કેમ, સોલ્વે, શુભશ્રી પિગમેન્ટ , પી આઈ ઈન્ડસ્ટ્રીઝ, ગોદરેજ સહિત અનેક કંપનીઓએ સહયોગ આપ્યો છે. વૃક્ષારોપણ કાર્યક્રમમાં જિલ્લા ભાજપપ્રમુખ પ્રકાશ મોદી, અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ જિગ્નેશ અંદાડિયા , કમલેશભાઈ ઉદાણી , કે શ્રીવત્સન, ડો. ચેલપ્પન, કાઉન્સિલ પ્રમુખ જીવરાજભાઈ પટેલ, હરીશ જોષી સહિત 150 કરતા વધુ સામાજિક ક્ષેત્રના નાગરિકો જોડાયા હતા. આ પ્રેરક પ્રોજેક્ટની નોંધ સમગ્ર ગુજરાતમાં લેવાઈ રહી છે અને તેથી એલ ડી એન્જિનિયરિંગ કોલેજ, અમદાવાદ અને ડો એસ એસ એન્ડ એસ કોલેજ સુરત અને ભરૂચની એસ વી એમ ઇન્સ્ટિટયૂટ ઓફ્ ટેક્નોલોજીના વિવિધ વિદ્યાર્થીઓ 15 થી 30 દિવસ ની ઇન્ટર્નશિપ કરશે અને અહેવાલ પ્રસ્તુત કરશે એવી માહિતી નીતિનભાઇ ભટ્ટે આપી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: