સ્વ. અહમદ પટેલની છઠ્ઠી પુણ્યતિથિ નિમિત્તે સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ હાર્ટ ઇન્સ્ટિટયૂટ, અંકલેશ્વર દ્વારા તા. 25 નવેમ્બરે વાલિયા સ્થિત તક્ષશિલા નર્સિંગ કોલેજ કેમ્પસ ખાતે નિઃશુલ્ક આરોગ્ય તપાસ કેમ્પ યોજાયો હતો. આ આરોગ્ય કેમ્પમાં માનવસેવા, સમાજકલ્યાણ અને ગરીબ તથા જરૂરિયાતમંદ લોકોની સેવા પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાને આગળ વધારવાના ઉદ્દેશ સાથે યોજાયો હતો. કેમ્પમાં સ્થાનિક વિસ્તારના સામાન્ય નાગરિકો, વરિષ્ઠ નાગરિકો, વિદ્યાર્થીઓ તથા કોલેજના સ્ટાફ્ સહિતના લોકોએ ભાગ લીધો હતો. કેમ્પ દરમિયાન 200થી વધુ લોકોએ નિઃશુલ્ક આરોગ્ય તપાસ અને તબીબી સેવાઓનો લાભ લીધો હતો. કેમ્પમાં હાડકાં અને સાંધાના રોગો માટે નિષ્ણાત તબીબી પરામર્શ, સામાન્ય આરોગ્ય તપાસ અને તબીબીસલાહ, બોન મિનરલ ડેન્સિટી (BMD) ટેસ્ટ, બ્લડ પ્રેશર તપાસ,ECG દ્વારા હૃદયની તપાસ, રેન્ડમ બ્લડ શુગર દ્વારા ડાયાબિટીસની તપાસ કરાઈ હતી. કેમ્પનો શુભારંભ ફૈઝલ પટેલ, વસીમ રાજા, ડૉ.મૌલિક ઝવેરી, ડૉ. કૈલાસ ઘોડકે તથા તક્ષશિલા નર્સિંગ કોલેજનાં પ્રિન્સિપાલ ભાગ્યશ્રીના હસ્તે કરાયો હતો. કેમ્પ દરમિયાન મોટી સંખ્યામાં વરિષ્ઠ નાગરિકોમાં હાડકાં અને સાંધા સંબંધિત તકલીફો જોવા મળી હતી. ખાસ કરીને કમરનો દુખાવો, ઘૂંટણનો દુખાવો તથા સાંધાના દુખાવાની ફ્રિયાદો નોંધાઈ હતી. ઉપરાંત, કેટલાક દર્દીઓમાં હૃદય સંબંધિત જોખમી પરિબળો, જેમ કે હાઈ બ્લડ પ્રેશર તેમજ શ્વાસ લેવામાં તકલીફ્ જેવી સમસ્યાઓ જોવા મળી હતી, જેમને વધુ તબીબી તપાસ અને સારવાર માટે સલાહ આપવામાં આવી હતી.
