દિવાળી વેકેશન પૂર્ણ થવા સાથે ગુરુવારથી અંકલેશ્વરમાં બીજું શૈક્ષણિક સત્ર શરૂ થઈ ગયું છે.પ્રથમ દિવસે જ શાળા અને વર્ગખંડો વિધાર્થીઓના કોલાહલથી ગુંજી ઉઠયા હતા. વિદ્યાર્થીઓની દિવાળીની રજાની મજા પુરી થતા પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ બીજા સત્ર સાથે ખુલી ગઈ છે.માર્ગો ઉપર સ્કૂલ વર્ધિના વાહનો સાથે વિદ્યાર્થીઓનો ટ્રાફ્કિ પુનઃ ચેતન વંતો જોવા મળ્યો હતો. નાના ભુલાકાઓમાં સ્કૂલે જવાનો ગમો અણગમો જોવા મળ્યો હતો. તો મોટેરા છાત્રોમાં ખુશી છલકતી નજરે પડતી હતી, ત્યારે અંકલેશ્વર ખાતે આવેલ શાળામાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થતા વિદ્યાર્થીઓને હોલાહલથી ક્લાસરૂમોમાં ગુંજી ઉઠયા હતા.
