અંકલેશ્વર : અંકલેશ્વરની શ્રી રંગ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત રંગ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓમાં નેતૃત્વ, જવાબદારી અને સેવાની ભાવના ખીલે તે હેતુથી ઇન્વેસ્ટીચર સેરેમની સમારોહ યોજાયો હતો. જેમાં અતિથિ વિશેષોએ CBSE તથા GSEB બોર્ડના ચૂંટાયેલા પ્રતિન્િાધિઓ - હેડ બોય તરીકે આરવ શ્રીવાસ્તવ અને અવિ મહેતા, હેડ ગર્લ તરીકે પ્રિયા પાંડે અને વૃંદા રાણા, આસિસ્ટન્ટ હેડ બોય, આસિસ્ટન્ટ હેડ ગર્લ તેમજ હાઉસ કેપ્ટનોને સેશે અને બેજ પહેરાવીને હોદ્દાની શિસ્તતા અને ફરજનિષ્ઠાના શપથ લેવડાવવામાં આવ્યા હતા.
