અંકલેશ્વર : પવિત્ર શ્રાવણ માસમાં ઝઘડીયા તાલુકાના શીયાલી ગામે આવેલ જ્ઞાનયોગ દર્શન આશ્રામના મહંત કુષ્ણસ્વરૂપ દાસજીએ જણાવ્યું હતું કે મંદિર પરિસરમા આવેલ અમરનાથ ગુફમાં બરફ્ના શીવલીંગના દર્શન સર્વ ભક્તો માટે ખુલ્લા મુકવામાં આવ્યા છે. જે લોકો અમરનાથ ગુફ ના દર્શન કરવા જઈ નથી શકતા તેવા ભકતોજનો શીયાલી ગામે બરફનીબાબાના દર્શનનો લાભ મેળવી શકે છે. પરિસરમાં રામેશ્વર મહાદેવ, જ્ઞાનેશ્વર હનુમાનજી, રામજી તથા સરસ્વતી માતાજીના મંદિર આવેલા છે, બરફનીબાબા ના દર્શન તા 13/08/26 ને ગુરૂવાર થી તા 11/09/26 ને શુક્રવાર સુધી ખુલ્લા રહેશે
