અંકલેશ્વર : જીઆઈડીસીમાં આવેલ સંસ્કારદીપ વિદ્યાલય ખાતે સમાજોપયોગી કાર્યોને આગળ ધપાવવાના હેતુથી રચાયેલા ડી. એ. આણંદપુરા વિચાર મંચની પ્રથમ વિષય મંથન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગેઔદ્યોગિક ક્ષેત્રના વિકાસ સાથે સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવવાની જરૂરિયાત અંગે વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો અને ભવિષ્યમાં પણ સમાજહિત, સદવિચાર, શિક્ષણ, ઔદ્યોગિક વિકાસ અને માનવકલ્યાણને લગતા વિવિધ વિષયો પર વિચાર મંથન તથા સમાજોપયોગી પ્રવૃત્તિઓ હાથ ધરવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.આ સંસ્થા દ્વારા દર મહિને એક બેઠક યોજાશે જેમાં ખ્યાતનામ વકતાઓ દ્વારા વક્તવ્ય આપવામાં આવશે. આ પ્રસંગે અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવા, ઉદ્યોગ અગ્રણી એન.કે.નાવડીયા, હિતેન આણંદપુરા,મનોજ આણંદપુરા,નરેશ પુજારા હરીશ જોશી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો