અંકલેશ્વરના ગડખોલ પાટિયાથી અંદાડા તરફ્ જતા માર્ગ પર વરસાદી પાણી ભરાવાની સમસ્યાના નિરાકરણ માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે. રોડની બંને તરફ્ પુરાઈ ગયેલી ગટરોને ખોદવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
આ મુખ્ય માર્ગ પર ચોમાસા દરમિયાન વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન થતાં વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. લાંબા સમયથી ગટરો પુરાઈ જવાથીપાણી ભરાઈ રહેતું હતું. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા ગટર વ્યવસ્થાની સફઈ અને ખોદકામની કામગીરી હાથ ધરવામાં આવી છે.
