દર મહિનાના પહેલા રવિવારે વૃક્ષા રોપણ અભિયાનનું આયોજન રાજ્ય સરકાર દ્વારા કરાયુ છે જે અનુસાર અંકલેશ્વર નગરપાલિકા દ્વારા બચપન સ્કૂલ ખાતે વૃક્ષારોપણ અને સુકાઈ ગયેલ રોપાઓની ફેરબદલી અંગે કાર્યક્રમનું આયોજન ઇન્ચાર્જ ચીફ્ ઓફ્સિર હરિશચંદ્ર અગ્રવાલના માર્ગદર્શન હેઠળ નગરપાલિકાના સબ રજીસ્ટાર (જન્મ - મરણ) અને ગાર્ડન ઇન્ચાર્જ રઘુવીરસિંહ જે. મહિડા દ્વારા કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમમાં નગરપાલિકાના રિક્રીએશન કમીટી ચેરમેન હેતલબેન ગાંધી, ડ્રેનેજ કમિટી ચેરમેન્ સંદીપભાઈ જે પટેલ, બચપન સ્કુલના પ્રિન્સીપાલમનીષાબેન ગોહિલ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વાઈસ ચેરમેન રમણભાઈ પટેલ સહિતના મહેમાનો હાજર રહ્યા હતા.
