અંકલેશ્વર : અંકલેશ્વરની યુપીએલ લિમિટેડના ચેરમેન અને ગ્રુપ સીઈઓ જય શ્રોફ્ના માર્ગદર્શન હેઠળ ગત વર્ષે યુપીએલ યુનિવર્સિટી અને ઓક્સર્ફ્ડ ઈન્ડિયા સેન્ટર ફોર સસ્ટેનેબલ ડેવલપમેન્ટ વચ્ચે કરાર કરવામાં આવ્યો હતો. આ કરારના ભાગરૂપે, જુલાઈ 2026 દરમિયાન યુપીએલ યુનિવર્સિટીના પ્રોફેસરો ડૉ. સ્નેહલ લોખંડવાલા, ડૉ. પૂર્વી નાઈક, ડૉ. જલ્પા ઠક્કર, ડૉ. હર્ષલ પાટીલ, સમિક ભટ્ટ અને સુદીપ વાડિયાએ યુનાઇટેડ કિંગડમ સ્થિત પ્રતિષ્ઠિત ઓક્સર્ફ્ડ યુનિવર્સિટી દ્વારા આયોજિત સંશોધન અને શૈક્ષણિક અદાન-પ્રદાન કાર્યક્રમમાં યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કર્યું હતું. આ આંતરરાષ્ટ્રીય કાર્યક્રમ દરમિયાન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, સસ્ટેનેબિલિટી, ક્લાઇમેટ એક્શન, ઇનોવેશન તથા ઓક્સર્ફ્ડ યુનિવર્સિટીની પ્રસિદ્ધ ટયુટોરિયલ આધારિત શિક્ષણ પદ્ધતિ જેવા સમકાલીન અને મહત્વપૂર્ણ વિષયો પર નિષ્ણાતો સાથે વિસ્તૃત ચર્ચા અને વિચારવિમર્શ કરવામાં આવ્યો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો