અંકલેશ્વર : શ્રી આદિનાથ સ્વામી એજ્યુકેશનલ એન્ડ વેલફરે ટ્રસ્ટ સંચાલિત એસેન્ટ સ્કૂલમાં સોમવારે રોબોટિક લેબનું ઉઘ્દાટન અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ જીજ્ઞેશ અંડાડિયા અને અંકલેશ્વર નગરપાલિકા ઉપ પ્રમુખ વિરલ મકવાણાના હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે શાળા ટ્રસ્ટના પ્રમુખ વિનેશચંદ્ર કાગળવાળા, ટ્રસ્ટી બિના કાગળવાળા અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહેમાનો દ્વારા વિદ્યાર્થીઓને રોબોટિક લેબ આધુનિક સમયની માંગ અને જરૂરિયાત ગણાવી હતી. શાળાના આચાર્ય વિશાલ શાહ અને કો ઓડિનેટર મહેશ પટેલ અને શિક્ષકો દ્વારા આ કાર્યક્રમને સફ્ળ બનાવા માટે જહેમત ઉઠાવી હતી.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: