અંકલેશ્વર : આર્ટ ઓફ્ લિવિંગ, અંકલેશ્વર દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે શહેરના ત્રણ સ્થળોએ ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. ગોલ્ડન ગેટ બ્રિજ હેરિટેજ સાઇટ ખાતે 19 જૂન 2026ના રોજ, તેમજ કમલમ પાર્ટી પ્લોટ અંકલેશ્વર અને હોલ, હેપ્પીનેસ યોગા સેન્ટર ગઢખોલ પાટિયા ખાતે 21 જૂન 2026ના રોજ યોગ સત્રો યોજાયા હતા. ત્રણેય સ્થળોએ મળીને 300 થી વધુ સાધકો અને બાળકોએ સામૂહિક યોગ સત્રમાં ભાગ લઈને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી હતી. યોગના નિયમિત અભ્યાસથી શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સુખાકારી વધે છે એ સંદેશ સાથે કાર્યક્રમનું સમાપન થયું હતું.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: