અંકલેશ્વર : અંકલેશ્વર શહેર અને જીઆઇડીસી વિસ્તારમાં રાષ્ટ્રીય પોલિયો રસીકરણ અભિયાનનો પ્રારંભ થયો છે. આ અભિયાન અંતર્ગત શૂન્યથી પાંચ વર્ષના બાળકોને પોલિયો રસીના બે ટીપાં પીવડાવવામાં આવ્યા. આ કાર્યક્રમનું ઉઘ્દાટન જીઆઈડીસી વિસ્તારના ગોલ્ડન પોઇન્ટ અને શહેરની ગોયા બજાર શાળામાં કરવામાં આવ્યું હતું. બાળકોને પોલિયોથી સુરક્ષિત રાખવાના ઉદ્દેશ્ય સાથે આ અભિયાન શરૂ કરાયું છે.મોટી સંખ્યામાં વાલીઓએ પોતાના બાળકોને રસી અપાવવા હાજરી આપી હતી. આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ ટીમોની રચના કરવામાં આવી છે, જે શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ઘરે-ઘરે જઈને બાળકોને પોલિયો રસીના ટીપાં પીવડાવશે.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: