અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શહેરના સૌંદર્યીકરણ અંતર્ગત લાઈટના પોલ પર હિન્દૂ આસ્થાના પ્રતિક એવા અને ત્રિશુલની પ્રતિમાઓ લગાવવામાં આવી છે. જોકે, આ ધાર્મિક પ્રતિકોની યોગ્ય ગરિમા અને પવિત્રતા જાળવવામાં નગરપાલિકા નિષ્ફ્ળ ગઈ હોવાના આક્ષેપો સામે આવ્યા છે.
અંકલેશ્વરના ત્રણ રસ્તા વિસ્તારમાં એક આમલેટની લારીની બાજુમાં પણ અને ત્રિશુલના પ્રતિક ધરાવતો વીજ પોલ લગાવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. સ્થાનિકોમાં આ બાબત ચર્ચાનો વિષય બની છે. હિન્દૂ સંસ્કૃતિમાં અને ત્રિશુલને પવિત્ર અને આસ્થાના પ્રતિક તરીકે માનવામાં આવે છે. આવી સ્થિતિમાં માંસાહારી ખાદ્યપદાર્થોની લારીની નજીક આવા ધાર્મિક પ્રતિકો મૂકવામાં આવતાં અનેક લોકોએ ધાર્મિક લાગણી દુભાતી હોવાની લાગણી વ્યક્ત કરી છે.
