નર્મદા નદીના કિનારે આવેલા પવિત્ર યાત્રાધામ નારેશ્વરધામ ખાતે પ.પૂ.ગુરુહરિ શ્રી રંગ અવધૂત મહારાજના દિવ્ય જીવનચરિત્ર પર આધારિત ગુજરાતી બાયોપિક ફ્લ્મિ રંગ અવધૂતનું ટીઝર ગુરુપૂર્ણિમાના દિવસે તા. 29 જુલાઈના રોજ મંદિર પરિસરના વિશાળ હોલમાં સવારે 7:00 વાગ્યાથી સાંજે 6:00 વાગ્યા સુધી ભક્તજનો માટે રજૂ કરાશે.
ગુરુપૂર્ણિમાના પવિત્ર અવસરે ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ સહિત દેશ- વિદેશમાંથી હજારો ભક્તો પૂજ્ય બાપજીના દર્શન અને આશીર્વાદ મેળવવા નારેશ્વરધામ ખાતે ઉમટી પડે છે. ત્યારે આ અવસરે નારેશ્વરધામ ટ્રસ્ટ અને ફ્લ્મિના નિર્માતાઓના સંયુક્ત પ્રયાસથી વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.
