અંકલેશ્વર : નગરપાલિકા સંચાલિત મ્યુનિસિપલ ડિસ્પેન્સરી અને ત્રિનેત્ર આઈ સેન્ટરના સંયુક્ત ઉપક્રમે આજરોજ વિનામૂલ્યે આંખની તપાસ માટેના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.કેમ્પનો નગરપાલિકા પ્રમુખ જીગ્નેશ અંદાડિયાના હસ્તે દીપપ્રાગટય દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો .આ કેમ્પમાં ત્રિનેત્ર આઈ સેન્ટરના આંખના તબીબ ડો.તૃપ્તિ ગુપ્તા અને મ્યુનિસિપલ ડિસ્પેન્સરી હોસ્પિટલના તબીબ ડો. દિવ્યેશ ઝીનઝાલાએ સેવા આપી હતી અને તેઓ દ્વારા પડદાને લગતા રોગો, ઝામરનું સચોટ નિદાન,મોતિયા તથા કિકીની સારવાર અંગેની તપાસ કરવામાં આવી હતી.અંકલેશ્વર શહેર તેમજ આજુ બાજુના ગામના લોકો મોટી સંખ્યામાં આંખના 200 થી વધુ દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો.
