અંકલેશ્વરના અડોલ ગામ નજીક દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ-વે ઉપર અકસ્માતગ્રસ્ત ફેર વહીલ ગાડીની ડીકીમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી કુલ 3.45 લાખનો મુદ્દામાલ મળી આવ્યો હતો.
અંકલેશ્વર તાલુકા પોલીસ મથકના પી.એસ.આઈ.એમ.ડી.ટાંકણે ઉપર ફેન આવ્યો હતો. કે અંકલેશ્વરના અડોલ ગામ નજીક દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ-વે ઉપર બે ફેર વહીલર ગાડીઓનું અકસ્માત થયેલ છે.જેને આધારે તાલુકા પોલીસ મથકનો સ્ટાફ્ સ્થળ પર દોડી આવ્યો હતો. અને સિયાઝ ગાડી નંબર-જી.જે.06.કે.પી.1224ની ડીકીમાં ચેક કરતા તેમાંથી વિદેશી દારૂની 247 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે 45 હજારથી વધુનો દારૂ અને 3 લાખની ગાડી મળી કુલ 3.45 લાખનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.અત્રે ઉલ્લેખનિય છે કે એક્સપ્રેસ હાઇવે પર ગતરોજ સર્જાયેલા અકસ્માતમાં બુટલેગરની કારે જોરદાર ટક્કર મારતા અન્ય એક કાર હાઈવેની નીચે ખાબકી હતી.આ અકસ્માતમાંકુલ 3 લોકો ઇજાગ્રસ્ત થયા હતા.










