અંકલેશ્વર : ભરૂચ ખાતે ઉત્થાન ચેરિટેબલ ટ્રસ્ટ અને બાળ વિકાસ વિભાગ, મહિલા અને બાળ અધિકારીની કચેરી, ભરૂચ દ્વારા કાર્યરત ડિસ્ટ્રિક્ટ હબ ફેર એમ્પાવરમેન્ટ ઓફ્ વુમન (DHEW) ટીમ દ્વારા મહિલાલક્ષી યોજનાકીય પ્રચાર-પ્રસાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન મહિલા સુરક્ષા સંબંધિત કાયદાઓ, હેલ્પલાઈન નંબરો તેમજ સંકટ સખી એપ અંગે માહિતી આપવામાં આવી હતી. ઉપરાંત યોજનાકીય પેમ્ફ્લેટ અને IEC બેગનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. કાય્રક્રમમાં વર્ષા ભોજવાણી (સ્પેશિયાલિસ્ટ ઇન ફઇનાન્સ લિટરેસી) તથા અનુબેન પટેલ (જેન્ડર સ્પેશિયાલિસ્ટ) દ્વારા બહેનોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: