અંક્લેશ્વર ખાતે આવેલા ગોલ્ડન બ્રિજ પર શનિવારે એક દુર્ઘટના સર્જાઈ હતી. બ્રિજના છેડે ફોટોગ્રાફી કરતી વખતે એક યુવતીનો પગ અચાનક લપસ્યો હતો. યુવતીને બચાવવા જતા સાથે આવેલા યુવક નર્મદા નદીમાં પડી ગયો હતો. જો કે યુવતીને સ્થાનિક તરવૈયાઓએ બચાવી લીધી હતી પરંતુ યુવકનો મોડી સાંજ સુધી કોઇ પતો લાગ્યો ન હતો.

અંક્લેશ્વરના પુનગામ વિસ્તારના નયન વસાવા અને હિરલ વસાવા ભરૂચના ગોલ્ડન બ્રિજ પર ફરવા માટે આવ્યા હતા. આ દરમિયાન બ્રિજના છેડે ફોટો પડાવતા સમયે હિરલ વસાવાનો પગ લપસ્યો હતો. યુવતીને બચાવવાના પ્રયાસમાં નયન વસાવા નર્મદા નદીમાં ખાબક્યો હતો.

સ્થાનિક લોકોની મદદથી યુવતીને તરત જ સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવી હતી, પરંતુ યુવક નદીના તેજ પ્રવાહમાં વહેતો ગયો હતો. ઘટનાની જાણ થતાં જ સ્થાનિકો અને ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી અને યુવકની શોધખોળ શરૂ કરવામાં આવી છે. ફાયર વિભાગ દ્વારા નર્મદા નદીમાં બોટ અને તરવૈયાઓની મદદથી સર્ચ ઓપરેશન ચાલુ છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો