અંકલેશ્વર શહેરમાં ધાર્મિક ભાવના અને ભક્તિમય વાતાવરણ વચ્ચે શ્રી રાધાવલ્લભજીના લગ્ન મહોત્સવની શ્રાદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી. પંચાટી બજાર સ્થિત શ્રી રાધાવલ્લભજીની હવેલી ખાતે યોજાયેલા આ મહોત્સવમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. અધિક જ્યેષ્ઠ કૃષ્ણ પક્ષ ત્રયોદશીના પાવન અવસરે હિત રાધાવલ્લભો જયંતિ તથા શ્રી હિત હરિવંશ જયંતિ નિમિત્તે અંકલેશ્વરના પંચાટી બજાર વિસ્તારમાં આવેલી શ્રી રાધાવલ્લભજીની હવેલી ખાતે શ્રી રાધાવલ્લભજીના લગ્ન મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. મંદિર પરિસર ફૂલોથી અને આકર્ષક શણગારથી સજાવવામાં આવ્યું હતું. વૈદિક મંત્રોચ્ચાર અને ભક્તિગીતોના મધુર સ્વરો વચ્ચે ભગવાનના લગ્નોત્સવની વિધિઓ સંપન્ન કરવામાં આવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડયા હતા અને ભગવાનના દિવ્યદર્શન કરી ધન્યતા અનુભવી હતી. ભક્તોએ ઉત્સાહપૂર્વક લગ્ન મહોત્સવમાં ભાગ લઈ ભજન-કીર્તન અને આરતીમાં જોડાઈ આધ્યાત્મિક આનંદની અનુભૂતિ કરી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભક્તિમય વાતાવરણ છવાયેલું રહ્યું હતું.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: