ભરૂચ જિલ્લામાં તાજેતરમાં થયેલા વરસાદના પગલે ચોમાસા દરમિયાન ફેલાતા રોગચાળાને અટકાવવા માટે જિલ્લા સમાહર્તાના માર્ગદર્શન સીધા માર્ગદર્શન હેઠળ સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા પ્રશંસનીય કામગીરી હાથ ધરવામાં આવી છે.

અંકલેશ્વર નગરપાલિકાના ચિફ્ ઓફ્સિર દ્વારા આરોગ્ય અને સફઈ વિભાગની જુદી-જુદી વિશેષ ટીમોનું ગઠન કરવામાં આવ્યું છે. આ ટીમો દ્વારા નગરના નીચાણવાળા અને વરસાદથી પ્રભાવિત થયેલા વિવિધ રહેણાંક તેમજ જાહેર વિસ્તારોમાં યુદ્ધના ધોરણે સફઈ અભિયાન શરૂ કરાયું છે. જ્યાં વરસાદી પાણી ભરાયા હોય ત્યાંથી પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા, માર્ગો પર જમા થયેલા કાદવ-કચરાનો ત્વરિત નિકાલ અને ઠેર-ઠેર સાફ્-સફઈ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત, મચ્છરોનો ઉપદ્રવ અનેરોગચાળો ન ફેલાય તે માટે પાલિકાની ટીમો દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં જંતુનાશક દવાઓ (મેલેથિયોન પાવડર) નો છંટકાવ કામગીરી પણ રીતે હાથ ધરવામાં આવી છે. ચોમાસાની સ્થિતિને પહોંચી વળવા અને નાગરિકોની સુખાકારી માટે પાલિકા તંત્ર સંપૂર્ણપણે સજ્જ છે.