અંકલેશ્વર : જી.એ.સી.એલ. દ્વારા ડેપ્યુટી ડીશ (Dy. DISH), ભરુચના કાર્યાલય સાથે સંયુક્ત રીતે 18 જૂનના રોજ દાહેજ-I કોમ્પ્લેક્સ ખાતે રાસાયણિક ઉદ્યોગોમાં અકસ્માત નિવારણ અને ફેલ પ્રોટેક્શન વિષય પર સેફ્ટી મીટનું આયોજન કર્યું હતું.આ કાર્યક્રમમાં દાહેજ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનમાંથી 80થી વધુ સેફ્ટી પ્રતિનિધિઓએ હાજરી આપી હતી. સેફ્ટી વિષય નિષ્ણાતોએ પણ આ બેઠકમાં ભાગ લીધો હતો.


મીટની શરૂઆત જી.એ.સી.એલ.ના કોમ્પ્લેક્સ હેડ રાજેશ પાટીલ દ્વારા આપવામાં આવેલા સેફ્ટી સંદેશથી થઈ હતી. મીટ દરમિયાન જી.એ.સી.એલ.ની વર્ષ દરમિયાનની ચાર શ્રોષ્ઠ સેફ્ટી પહેલો રજૂ કરવામાં આવી હતી.ડી.સી. ગામિત દ્વારા મેન્યુઅલ મોડ દ્વારા કેમિકલ હેન્ડલિંગમાં પ્રોસેસ સેફ્ટી વિષય પરથયેલી ચર્ચાઓને સરાહના મળી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: