અંકલેશ્વર : ગટ્ટુ વિદ્યાલય CBSE વિભાગમાં ગુરુપૂર્ણિમાના પાવન અવસરે વિશેષ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે બાદ વિદ્યાર્થીઓએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા પોતાના ગુરુજનો પ્રત્યે કૃતજ્ઞતા, આદર અને શ્રાદ્ધાની અભિવ્યક્તિ કરી. શાળાના કેમ્પસ ડાયરેક્ટર તથા આચાર્ય મિશેલ ગણેશાણીએ ગુરુનો મહિમા, સમજાવ્યો હતો. આ વિશેષ પ્રસંગે KG વિભાગના વિદ્યાર્થીઓની માતાઓને આમંત્રિત કરવામાં આવીહતી. ભારતીય સંસ્કૃતિ અનુસાર માતા બાળકની પ્રથમ ગુરુ છે, તે ભાવનાને અનુરૂપ નાનાં બાળકોએ પોતાની માતાનું પૂજન કરી તેમના આશીર્વાદ પ્રાપ્ત કર્યા. શાળાના ઉપાચાર્ય સુચિતા રૉયના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમના આયોજક જાનવી પટેલ અને શાલુ પારીકે સમગ્ર કાર્યક્રમનું આયોજન કર્યું હતું.
