અંકલેશ્વરઃ વિશ્વ પર્યાવરણ દિવસ 2026ના અવસર પર, લ્યુપિન લિમિટેડ, અંકલેશ્વર દ્વારા પર્યાવરણ જાગૃતિ અને સંરક્ષણ વિષય પર એક કાર્યક્રમ જિનવાલા શાળામાં આયોજિત કરવામાં આવ્યો હતો. જેમાં લ્યુપિન લિમિટેડના પ્રતિનિધિઓએ વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરી, જેમાં પાણી બચત, વૃક્ષારોપણ, પ્લાસ્ટિકના ઓછા ઉપયોગ અને પ્રકૃતિના સંરક્ષણની મહત્વતા સમજાવવામાં આવી હતી. શાળાના પ્રિન્સિપાલ અને સ્ટાફે લ્યુપિન લિમિટેડનો આભાર વ્યક્ત કરતાં કહ્યું કે આવા કાર્યક્રમો યુવાનોમાં પર્યાવરણ પ્રત્યેની જાગૃતિ વધારવામાં મહત્વપૂર્ણ સાબિત થાય છે. લ્યુપિન લિમિટેડે પણ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સહકાર આપનાર ઈવેન્ટ કોઓર્ડિનેટર ગજેન્દ્રભાઈ પટેલનો આભાર માન્યો.

Vav-Tharad હાઇવે પરથી 6 મહિનાથી ફરાર ખૂંખાર લૂંટારો અનિલ બિશ્નોઈ ઝડપાયો, LIVE ધરપકડ CCTVમાં કેદ









