ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના સાહોલ ગામમાં આવી પહોંચેલી ગદાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યુ હતું. ગદાયાત્રામાં સામેલ 21 ફૂટની વિશાળ ગદાને જોઇને લોકોને ભારે આૃર્ય થયુ હતું. આ ગદાની સ્થાપના ઉદયપુરમાં નિર્માણ પામી રહેલી હનુમાનજીની પ્રતિમાની સાથે થશે. તે પૂર્વે ગદાના દર્શન માટે દેશભરમાં યાત્રા નીકળી છે.
રાજસ્થાનના ઉદયપુરમાં નિર્માણ પામી રહેલા 84 ફૂટ ઊંચી હનુમાનજીની પ્રતિમાના ધર્મ જાગરણ અભિયાન અંતર્ગત દેશભરમાં ભ્રમણ કરી રહેલા ભવ્ય ગદા યાત્રા ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના સાહોલ ગામમાં આવી પહોંચી હતી. ગદાના દર્શન કરી પ્રાથમિક શાળાના બાળકો સહિત આચાર્ય નિલેશભાઈ સોલંકી તેમજ ભક્તોએ ધન્યતા અનુભવી હતી. આ ધર્મ જાગરણ યાત્રાનું મુખ્ય આકર્ષણ અષ્ટધાતુમાંથી ખાસ તૈયાર કરવામાં આવેલી 21 ફૂટ લાંબી અને 1001 કિલો વજન ધરાવતી વિશાળ ગદા રહી હતી.હનુમાનજી પ્રત્યેની લોક આસ્થાને વધુ પ્રબળ બનાવવાનો હેતુ હતો. ગદા યાત્રાના આગમનનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું.










