અંકલેશ્વર : અંકલેશ્વર તાલુકાના સાહોલ ગામની પ્રાથમિક શાળાના આચાર્ય નિલેશભાઈ ડાહ્યાભાઈ સોલંકીને ઉત્કૃષ્ટ શિક્ષક પુરસ્કારથી સન્માનિત કરાયા હતાં. નિલેશભાઈ સોલંકીને રોટરી ક્લબ ઓફ્ ભરૂચ દ્વારા પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા. સમાજ અને રાષ્ટ્રના કલ્યાણ માટે તેઓની ઉત્કૃષ્ટ નિષ્ઠા, નેતૃત્વ અને અડગ પ્રતિબદ્ધતા બદલ સન્માનિત કરાયા હતા. રાષ્ટ્રની મહાનતા તેવા લોકોમાં વસે છે, જે સમર્પણ અને સાચા નેતૃત્વ દ્વારા પોતાના લોકોને ઉન્નત અને સશક્ત બનાવે છે. આ સન્માન બદલ નિલેશભાઈ સોલંકીએ શિક્ષણ વિભાગ ભરૂચ તેમજ રોટરી ક્લબ ઓફ્ ભરૂચનો આભાર વ્યક્ત કર્યો હતો.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: