અંકલેશ્વર : ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટી સંચાલિત ગટ્ટુ વિદ્યાલયના GSEB વિભાગમાં ફૂડ એન્ડ ન્યુટ્રિશન વિષય અંતર્ગત નર્સરીથી ધોરણ 5 સુધીના વિદ્યાર્થીઓ માટે સલાડ ડેકોરેશન પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રવૃત્તિમાં અંગ્રેજી અને ગુજરાતી માધ્યમ ના વિદ્યાર્થીઓએ તેમના વાલીઓ સાથે ઉત્સાહભેર ભાગ લીધો હતો. વિવિધ ફ્ળો અને શાકભાજીનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓએ સર્જનાત્મક અને પૌષ્ટિક સલાડ તૈયાર કર્યા હતા. સાથે જ સલાડમાં ઉપયોગમાં લેવાયેલી સામગ્રીના પોષક તત્ત્વો અને તેના આરોગ્યલક્ષી લાભો દર્શાવતા ન્યુટ્રિશન ચાર્ટ્સ પણ રજૂ કરવામાં આવ્યા હતા.
