અંકલેશ્વર : ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારની દીકરીઓના સ્વાસ્થ્ય અને હાઈજીનને પ્રોત્સાહન આપવાના ઉમદા આશય સાથે સાથી ફઉન્ડેશન (અંકલેશ્વર) અને ઝાયડસ લાઈફ્ સાયન્સ યુનિટ-2 ના કર્મચારીઓ દ્વારા એક લોકઉપયોગી કાર્ય કરવામાં આવ્યું છે. દેડિયાપાડા ખાતે આવેલા આદિવાસી જન સેવા તીર્થ છાત્રાલયની જરૂરિયાતમંદ દીકરીઓ માટે સેનિટરી પેડ વેન્ડિંગ મશીન અર્પણ કરવામાં આવ્યું છે. સાથી ફઉન્ડેશનના ચેરપર્સન ફલ્ગુનીબેન પટેલ હાલ પોતાના પારિવારિક કારણોસર વિદેશ ખાતે હોવા છતાં, માતૃભૂમિની દીકરીઓની સુખાકારી માટે સતત ચિંતિત રહ્યા હતા. સાત સમંદર પાર રહીને પણ તેમણે ટેકનોલોજીના માધ્યમથી સતત સંપર્કમાં રહીને આ સામાજિક જવાબદારી બખૂબી નિભાવી હતી.

Vadodara News: સાવલીમાં 2.1795 કરોડના દારૂ પર ફર્યું બુલડોઝર









