અંકલેશ્વર : વિશ્વ સંગીત દિવસ અને ઇન્ટરનેશનલ યોગા દિવસ નિમિત્તે ગાનાં મ્યુઝિક લવર્સ ગ્રુપ દ્વારા શનિવારે સાંજે અંકલેશ્વર GIDCના ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે સ્વર સન્માન સંધ્યા કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે ગાયકો ડો. હેમંત દેસાઈ, દેવેશ દવે તથા અનુપ જૈન, સુનિલ ભટ્ટ દ્વારા લોકપ્રિય ગીતોની રજૂઆત કરાઇ હતી. જે પ્રસંગે ગાના મ્યુઝિક લવર્સ ગ્રુપના નરેશ પુજારા, એન.કે.નાવડીયા, હિતેન આનંદપુરા, હરીશ જોશી સહિતના ઉદ્યોગ અગ્રણી ઉપસ્થિત રહ્યા હતા.

Upleta: ભાયાવદરમાં વ્યાજખોરોના અસહ્ય ત્રાસથી યુવકનો આપઘાત, માતાની ફરિયાદ પર 4 સામે ગુનો દાખલ









