ભરૂચ જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે પોલીસ એક્શન મોડમાં છે. અંકલેશ્વરના પટેલ નગર વિસ્તારમાં ધમધમતા એક જુગારધામ પર ભરૂચ ક્રાઈમ બ્રાન્ચે ઓચિંતા દરોડા પાડીને જુગાર રમી રહેલા 6 શખ્સોને રંગેહાથ ઝડપી પાડ્યા છે. પોલીસે સ્થળ પરથી રોકડ રકમ સહિત કુલ રૂ. 1.24 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.


અંકલેશ્વરમાં જુગારના અડ્ડા પર દરોડા

ભરૂચ ક્રાઈમ બ્રાન્ચની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન તેમને ગુપ્ત બાતમી મળી હતી કે પટેલ નગર નજીક આવેલી ઝૂંપડપટ્ટી પાસે કેટલાક લોકો એકઠા થઈને હાર-જીતનો જુગાર રમી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે વ્યૂહાત્મક રીતે દરોડો પાડતા જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી, પરંતુ પોલીસે કોર્ડન કરીને ૬ આરોપીઓને દબોચી લીધા હતા. ઝડપાયેલા આરોપીઓના નામ 1. સંજય ચૌહાણ 2. લાલચંદ વિશ્વકર્મા 3. મોતી માંગગારોડી 4. સુરેશ ચુડાસમા 5. રાજુ વાઘરી 6. અજય વસાવા છે.

પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી

ક્રાઈમ બ્રાન્ચે તમામ 6 આરોપીઓની અટકાયત કરી છે અને તેમની વિરુદ્ધ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકમાં જુગાર ધારા હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હાલમાં પોલીસ દ્વારા આ જુગારધામ કેટલા સમયથી ચાલતું હતું અને અન્ય કોણ કોણ આમાં સંડોવાયેલું છે તે દિશામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો: ઔરંગા નદીને પ્રદૂષણમુક્ત કરવા પાલિકાનો એક્શન પ્લાન, વર્ષો જૂના કચરાના ડુંગરોનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરાશે

  • Follow us on: