અંકલેશ્વર : નવા બોરભાઠા ખાતે આવેલી તક્ષશિલા વિદ્યાલયમાં શ્રીકૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી. શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા સમગ્ર વાતાવરણને કૃષ્ણમય બનાવી દીધું હતું. બાળ ભવનથી લઈને ઉચ્ચતર માધ્યમિક વિભાગ સુધીના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ જન્માષ્ટમી પર્વની ઉજવણી કરી હતી. નાના ભૂલકાઓએ સુંદર વેશભૂષા ધારણ કરી સૌનું મન મોહી લીધું હતું. વિદ્યાર્થીઓ દ્વારા શ્લોક પઠન તેમજ ભગવાન શ્રીકૃષ્ણની બાળલીલાઓ આધારિત વિવિધ ગીતો પર મનમોહક નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા અતિથી વિશેષ બ્રહ્મકુમારીઝ સંસ્થાનના નીમા કુમારી તથા શાળાના પ્રમુખ ગુમાનભાઈ પટેલ , ચેરમેન વિમલભાઈ પાઠક ઉપસ્થિત રહ્યા હતાં.
