અંકલેશ્વર તાલુકાના અંદાડા ખાતેની શાન્તનું વિદ્યાલયમાં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમમાં તા.27ને ગુરૂવારે રક્ષાબંધનની ઉજવણી ઉત્સાહભેર કરાઈ હતી. જેમાં શિશુ-1 થી ધો-12ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. વિદ્યાર્થીનીઓએ વિદ્યાર્થીઓના હાથમાં રાખડી બાંધી બહેનોની રક્ષા માટે અને દીર્ઘાયુષ્યની કામના કરી હતી. ભાઈઓએ બહેનોને ભેટ આપી હતી. આચાર્ય શહેનાઝે રક્ષાબંધનના પવિત્ર તહેવારની શુભકામના પાઠવી હતી. રક્ષાબંધનના પવિત્ર તહેવાર વિષે દરેક ધોરણની બાળકીઓએ પ્રભાવશાળી વક્તવ્ય રજુ કર્યું હતું.
